રસોઇયાનું કામ કરતા યુવકે ઝેરી દવા પી ને આપઘાત કર્યો
છેલ્લા બે મહિનાથી સતત મરવાના વિચારો આવતા હતા
વડોદરા,છેલ્લા બે મહિનાથી મરવાના વિચારો આવતા યુવકે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજસ્થાનના ડુંગરપુરના સુરપુર ગામમાં રહેતો વિક્રમકુમાર ગોમનાજી યાદવ ( ઉં.વ.૨૮) છેલ્લા કેટલાક સમયથી દીવાળીપુરા વુડાના મકાનમાં અને માતા - પિતા સાથે રહેતો હતો. રસોઇયાનું કામ કરતા વિક્રમને એકલતા લાગતી હતી. જેનાથી તે કંટાળી ગયો હતો. તેણે એવું લાગતું હતું કે, મારે દુનિયામાં રહેવું નથી. તેવા વિચારો સતત તેને આવતા હતા. જેથી, ગત તા.૧૫ મી એ તે ઉંદર મારવાની ઝેરી દવા પી ગયો હતો. રાતે ઉલટીઓ થતા તેના માતા - પિતા સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ ગયા હતા. સારવાર દરમિયાન ગઇકાલે સાંજે તેનું મોત થતા પી.એમ. માટે તેનો મૃતદેહ સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. બનાવ અંગે અકોટા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.