મિત્ર સાથે પાટલી પર બેસીને વાત કરતો યુવાન અચાનક ઢળી પડ્યો : મોત

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
મિત્ર સાથે પાટલી પર બેસીને વાત કરતો યુવાન અચાનક ઢળી પડ્યો : મોત 1 - image


- પ્રાથમિક અંદાજ મુજબ હાર્ટ એટેકના કારણે મોત થયું હોઈ શકે

વડોદરા,તા.06 માર્ચ 2024,બુધવાર

વડોદરામાં પાદરા તાલુકાના ચોકારી ગામમાં રહેતા રમેશ ચતુરભાઈ ગોહિલ ઉંમર વર્ષ 44 સવારે મુજપુર ગામની સીમમાં આવેલ ગુલબ્રાન્ડસન કંપનીમાં નોકરી પર ગયા હતા. બપોરે સવા વાગે તેઓ કંપનીના એલ.એસ.એમ. વિભાગમાં પાટલી ઉપર બેસી મિત્ર સાથે વાત કરતા હતા ત્યારે વાત કરતા કરતા અચાનક પાટલી પરથી ઢડી પડી બેભાન થઈ ગયેલ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના ડોક્ટરોએ મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. ડોક્ટરના પ્રાથમિક અંદાજ મુજબ હાર્ટ અટેક આવ્યો હોઈ શકે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News