Get The App

નર્સ સાથે લગ્નની ના પાડનાર યુવકની ધરપકડ કરાઇ

બંને છેલ્લા પાંચ વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News

 નર્સ સાથે લગ્નની ના  પાડનાર યુવકની ધરપકડ કરાઇ 1 - imageવડોદરા,નર્સ યુવતીને લગ્નની ના  પાડનાર યુવક સામે રાવપુરા  પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરની નર્સ યુવતીને પાંચ વર્ષ પહેલા ધુ્રવિલ મહેશભાઇ રાણા ( રહે. શ્રીનાથધામ સોસાયટી, વાઘોડિયા રોડ) સાથે પ્રેમ સંબંધ હતો. બંને સાથે રહેતા હતા. ત્યારબાદ બંનેએ પોતાના સમાજમાં લગ્ન કરવાનું નક્કી કરી છૂટા પડયા હતા. ત્યારબાદ યુવતીએ અન્ય યુવક સાથે સગાઇ કરી હતી. પરંતુ, બંને વચ્ચે મનમેળ નહીં થતા સગાઇ તૂટી ગઇ હતી. ત્યારબાદ યુવતીએ ફરીથી ધુ્રવિલનો સંપર્ક કર્યો હતો. પરંતુ, ધુ્રવિલની સગાઇ અન્ય યુવતી સાથે થઇ ગઇ હોઇ તેણે યુવતીને લગ્નની ના પાડી હતી. જેથી, યુવતીએ ધુ્રવિલ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને એટ્રોસિટિની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી ધ્રુવિલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News