ભૂમાફિયા તરીકે પંકાયેલા યુુસુફ કડીયા પાસે 30 લાખ ઉઘરાવવા આવેલા યુવકને ગળે છરી મુકી ધમકી
symbolic |
રાજસ્થાનના મકરાણા ખાતે રહેતા માર્બલના વેપારી મો.નદીમ સગીર એહમદ ગેસાવતે પોલીસને કહ્યું છે કે,વાસણા-ભાયલી રોડ પર અર્થ-૨૪માં બી ટાવરમાં પહેલા માળે રહેતા મારા મામા યુસુફ સિદ્દિકભાઇ શેખ પાસે મારા માસીના પુત્ર ઇમરાન ગેસાવત રૃ.૩૦ લાખ માંગતો હોવાથી તેની ઉઘરાણી માટે અમે તા.૧લીએ બપોરે યુસુફને ત્યાં આવ્યા હતા.
મો.નદીમે કહ્યું છે કે,હું મારી માતા,મારા માસી,ઇમરાન અને ઇમરાનનો ભાઇ સરફરાજ યુસુફ શેખને ઘેર ગયા ત્યારે તેણે દરવાજો ખોલ્યો નહતો અને અંદરથી જે થાય તે કરી લેજો તેમ કહ્યું હતું.જેથી અમે રૃપિયા બાબતે વાત ના થાય ત્યાં સુધી નીચે બેસી રહેવાનું નક્કી કર્યું હતું.
તા.૪થી એ વહેલી સવારે હું યુસુફમામાના દાદર પાસે બેઠો હતો અને માસીનો પુત્ર સરફરાજ નીચે બેઠો હતો ત્યારે ચાર માણસો આવ્યા હતા.જેમાંથી ત્રણ જણા મારી પાસે આવ્યા હતા અને તે પૈકીના એક શખ્સે મારા ગળે છરી મુકી કુછ ભી બોલના મત,વરના કાટ ડાલૂંગા..તેવી ધમકી આપી હતી.આ વખતે યુસુફ તેના પુત્ર અને પુત્રી સાથે ઘરમાંથી નીકળ્યો હતો અને છરી મુકનારને કહ્યું હતું કે,અરસદબાપુ અગર જ્યાદા હોંશીયારી કરે તો સિકો કાટ દેના,મેં બૈઠા હું.સબ સંભાલ લુંગા.
આ ફરિયાદને આધારે જે પી રોડ પોલીસે યુસુફ કડીયા અને અરસદ બાપુ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.
ભૂમાફિયા તરીકે પંકાયેલા યુસુફ સામે એક ડઝનથી વધુ ગુના
ભૂમાફિયા તરીકે પંકાયેલા યુસુફ કડીયા સામે ભૂતકાળમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ભૂતકાળમાં એક ડઝનથી વધુ ગુના નોંધાયેલા હતા.બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાવનાર યુસુફ સામે નોંધાયેલા કેસોમાં બોગસ બાનાખાત કરવાના અને છેતરપિંડીના કેસોનો સમાવેશ થાય છે.