આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતો યુવાન પકડાયો
ગાંધીનગર શહેરના સેક્ટર-૨૩ના મેદાનમાં
પોલીસે દરોડો પાડીને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો
ગાંધીનગર : આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટને પગલે ગાંધીનગરમાં પણ સટ્ટાની પ્રવૃત્તિ વધી છે ત્યારે ગાંધીનગર શહેરના સેક્ટર ૨૩માં આવેલા મેદાનમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા સેક્ટર ૨૭ના યુવાનને પોલીસે ઝડપી લીધો હતો અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રાતો રાત રૃપિયા કમાવવા માટે હાલના યુવાનો ક્રિકેટ સટ્ટાની
પ્રવૃત્તિમાં સંકળાયેલા છે ત્યારે આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૃઆત થતાની સાથે જ
ગાંધીનગરમાં પણ ઠેક ઠેકાણે સટ્ટાની પ્રવૃત્તિ શરૃ થઈ ગઈ હતી. ત્યારે પોલીસ
સટોડીયાઓ અને ક્રિકેટ સટ્ટો રમતા શખ્સોને પકડવા માટે દોડી રહી છે. ત્યારે સેક્ટર
૨૧ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, સેક્ટર ૨૩માં
આવેલી કડી સ્કૂલના ગેટ નંબર ૮ની સામે ખુલ્લા મેદાનમાં આમલેટની લારી પાસે એક યુવાન
મોબાઇલમાં એપ્લિકેશન મારફતે ઓનલાઈન ક્રિકેટ રમી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસ
ટીમે અહીં દરોડો પાડતા એક યુવાન હાથમાં મોબાઇલ સાથે પકડાયો હતો અને તેની પાસે
ઓનલાઇન ક્રિકેટની એપ ચાલુ હોવાનું જોવા મળ્યું હતું. જેથી પોલીસે ગણેશકુમાર ખોરગા
શેટ્ટી રહે પ્લોટ નંબર ૧૧૬૨/૩ સેક્ટર ૨૭ શિવમ સોસાયટી ગાંધીનગરને ઝડપી લીધો હતો
અને તેની પાસેથી મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ
ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં હાલ નાના-મોટા સટોડીયાઓ સક્રિય થઈ ગયા
છે ત્યારે કેટલાય યુવાનો તેમની ચુંગાલમાં આવીને આથક રીતે બરબાદ થઈ જશે. પોલીસ
દ્વારા હજી પણ ક્રિકેટ સટ્ટાની આ પ્રવૃત્તિ સામે લાલ આંખ કરવાની જરૃરીયાત લાગી રહી
છે.