કારેલીબાગ વિસ્તારમાં ભારત-ઇંગ્લેન્ડ મેચ પર સટ્ટો રમતો યુવક પકડાયો

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
કારેલીબાગ વિસ્તારમાં ભારત-ઇંગ્લેન્ડ મેચ પર સટ્ટો રમતો યુવક પકડાયો 1 - image

વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં ક્રિકેટનો સટ્ટો રમી રહેલા એક સટોડિયાને પોલીસે ઝડપી પાડયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે,મનસુરી કબ્રસ્તાન પાસે મસ્તાન બાવાની  દરગાહ નજીક ઝાડ નીચે બેસીને એક શખ્સ ભારત-ઇંગ્લેન્ડની મેચ પર સટ્ટો રમી રહ્યો હોવાની વિગતોને પગલે દરોડો પાડી અઝીમ અઝીઝ શેખને ઝડપી પાડયો હતો.

તેના મોબાઇલમાં ક્રિકેટની આઇડી મળી હતી.જે  બાબતે પૂછતાં હાથીખાના વિસ્તારના સાહિલ હાજી પાસે રૃ.૨૦ હજારની લિમિટની આઇડી લીધી હોવાની વિગતો ખૂલી હતી.પોલીસે તેની પાસે રોકડા રૃ.બે હજાર અને મોબાઇલ કબજે લીધા હતા.


Google NewsGoogle News