વાઘોડિયા રોડ પર મારામારી થતા યુુવાનના કાનના પડદામાં કાણું પડી ગયું

બાળકીને બચાવવા માટે બાઇક સવારે અચાનક બ્રેક મારતા બાઇક સ્લિપ થઇ ગઇ

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
વાઘોડિયા રોડ પર મારામારી થતા યુુવાનના કાનના પડદામાં કાણું પડી ગયું 1 - image

વડોદરા,વાઘોડિયા રોડ પર બાઇક ચલાવવાના મુદ્દે ઝઘડો થતા મારામારી થઇ હતી. જેમાં એક યુવાનના કાનના પડદામાં કાણું પડી ગયું હતું. કપુરાઇ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયામાં રહેતા અને પ્લમ્બિંગ કામ કરતા અજય પટેલે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૭ મી તારીખે હું તથા મારો મિત્ર,. દિપ રાઠોડ હરિયાલી હોટલની બાજુમાં બેઠા હતા. બપોરે ત્રણ વાગ્યે એક બાઇક ચાલક આવ્યો હતો. તેણે રોડ પર જતી એક બાળકીને અથડાતા રહી ગયો તો. મેં તેણે બાઇક જોઇને ચલાવવાનું કહેતા તે મારા પર ઉશ્કેરાઇ  ગયો હતો. એકાદ કલાક પછી તે અન્ય બે મિત્રો સાથે ધસી આવ્યો હતો. તેઓએ ભેગા મળીને મને તથા મારા મિત્રને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

જ્યારે સામા પક્ષે વાઘોડિયા રોડ શુભ લાભ રેસિડેન્સીમાં રહેતા જતીન રાવલે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, રસ્તા  પર જતી બાળકીને બચાવવા માટે અચાનક બ્રેક મારતા બાઇક સ્લિપ થઇ ગઇ હતી. તે દરમિયાન નજીકમાં બસેલા અજય  પટેલે મને માર માર્યો હતો. તેની સાથેના શખ્સે હાથમાં પહેરલા કડા વડે મને માર માર્યો હતો. ફરીથી અહીંયા દેખાયો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. તે દરમિયાન અન્ય લોકો ભેગા થઇ જતા હુમલાખોરો ભાગી ગયા હતા. મને કાનમાંથી લોહી નીકળતું હતું. તેમજ સંભળાતા બંધ થઇ ગયું હતું. ડોક્ટરે મને મૌખિક જણાવ્યું હતું કે, તમારા કાનના પડદામાં કાણું પડી ગયું છે.


Google NewsGoogle News