mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

એસજી હાઇવે ઉપર મોપેડ સ્લીપ ખાતા સરગાસણના યુવાનનું મોત

Updated: May 25th, 2024

એસજી હાઇવે ઉપર મોપેડ સ્લીપ ખાતા સરગાસણના યુવાનનું મોત 1 - image


ઉવારસદ બ્રિજ ચઢતા પહેલા

ગુડાના આવાસમાં રહેતો યુવાન વસ્ત્રાપુર નોકરી માટે જતો ત્યારે અકસ્માત સર્જાયો

ગાંધીનગર :  ગાંધીનગરના પહોળા અને પાકા રસ્તા જીવલેણ પુરવાર થઇ રહ્યા છે. રસ્તા ખુલ્લા હોવાને કારણે વાહનોની સ્પિડ વધી રહી છે અને ગમખ્વાર અકસ્માતોની વણઝાર પણ વધી રહી છે. આવી સ્થિતિમાં સરગાસણમાં ગુડાના આવાસમાં રહેતો અને અમદાવાદ વસ્ત્રાપુર નોકરી માટે મોપેડ લઇને અપડાઉન કરતા યુવાનનું એસજી હાઇવે ઉપર મોપેડ સ્લીપ ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં યુવાનનું મોત નિપજ્યું હતું.

ગાંધીનગરમાં ટુ વ્હિલર સ્લિપ ખાઇ જવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે ઉવારસદ બ્રિજ નજીક એસજી હાઇવે ઉપર આવી રીતે જ મોપેડ સ્પિલ ખાઇ ગયું હતું જેમાં યુવાનનું મોત નિપજ્યું છે. આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ગત એપ્રિલ માસમાં સરગાસણના ગુડાના આવાસમાં રહેવા આવેલા ચૌહાણ પરિવારનો ૨૬ વર્ષિય પુત્ર મનિષ અમદાવાદની વસ્ત્રાપુર ખાતે આળેલી ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે છેલ્લા પાંચ મહિનાથી નોકરી કરતો હતો. તે નિયમિત તેમા પિતાનું મોપેડ લઇને એસજી હાઇવે ઉપર અપડઉન કરતો હતો. ગઇકાલે સવારે પણ તે તેના પિતાનું મોપેડ લઇને નોકરીએ જવા નિકળ્યો હતો. ત્યારે લગભગ ૯-૪૦ કલાકની આસપાસ તેના પિતાના મોબાઇલ ઉપર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને મનિષનું મોપેડ ઉવાસરદ બ્રિજ ચઢતા પહેલા એસજી હાઇવે ઉપર સ્લિપ ખાઇ જતા તે બેભાન થઇ ગયો છે અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે તેમ કહ્યું હતું. જેથી પરિવારજનો સિવિલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મિનષને મૃત જાહેર કર્યો હતો. મનિષના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે અડાલડજ પોલીસે અકસ્માતે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

Gujarat