કરમસદના યુવકે આર્થિક તંગીથી વ્યથિત બની ફાંસો ખાઇ લીધો
નોકરી છુટી જતા ડિપ્રેશનમાં આવી ગયો હતો
આણંદ:આણંદ પાસેના કરમસદ ગામના 22 વર્ષીય યુવકે ગત મંગળવારના રોજ આર્થિક તંગીના કારણે પોતાના ઘરે હિંચકો બાંધવાના કડા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરા લીધો હતો. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કરમસદ ગામના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આપેલ યોગી પાર્ક સોસાયટી ખાતે રહેતા જયેશભાઈ રમણભાઈ સુથાર ડ્રાઇવિંગનો ધંધો કરે છે. તેમનો ૨૨ વર્ષીય દિકરો દેવાંગ સુથાર જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નોકરી છુટી ગઈ હતી. ગત તા.૫મી માર્ચના રોજ ઘરે હાજર હતો ત્યારે રાત્રિના સુમારે આર્થિક તંગીથી કંટાળી ઘરમાં આવેલ કૂમમાં જઈ હિંચકો બાંધવાના કડા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. દરમ્યાન દેવાંગનો ભાઈ ઘરે આવતા તેણે કૂમમાં જઈ આ દ્રશ્ય નિહાળતા અન્ય પરિવારજનોને બોલાવ્યા હતા. જેથી પરિવારજનોએ દેવાંગ સુથારને ઉતારી તરત જ સારવાર અર્થે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડયો હતો. જો કે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘરે હિંચકાના કડા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો, પરિવારમાં માતમ