ટ્રેક્ટર ડિવાઇડર પર ચઢી જતા નીચે પટકાયેલા યુવકનું મોત

બે મિત્રો ટ્રેક્ટરની ટ્રોલી લેવા જતા હતા ત્યારે અકસ્માત થયો

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News

 ટ્રેક્ટર ડિવાઇડર પર ચઢી જતા નીચે પટકાયેલા યુવકનું મોત 1 - imageવડોદરા,રસ્તા પર પડેલા પથ્થર પર ટ્રેક્ટર ચઢી જતા ટ્રેક્ટરમાં બેસેલો યુવક નીચે પડી ગયો હતો. તેને ઇજા થતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

સમા બસ સ્ટેન્ડ પાસે શાંતિનગર ભીલવાસમાં રહેતો સુરેશ મગનભાઇ વસાવા ડ્રાઇવિંગ કરે છે. ગઇકાલે સવારે ટ્રેક્ટરની ટ્રોલી લેવા માટે ટ્રેક્ટર લઇને નીકળ્યો હતો. તેનો મિત્ર ધરતીભાઇ મનુભાઇ વસાવા (ઉ.વ.૨૭) પણ આવ્યો હતો. છાણી ગુરૃદ્વારા સામેથી કરચીયા જતા રોડ પર ભવ્ય રેસિડેન્સીની સામે રોડ પરથી  તેઓ પસાર થતા હતા. તે સમયે રોડ પર પડેલા મોટા પથ્થર પર ટ્રેક્ટરનું ટાયર ચઢી જતા સુરેશ વસાવાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી  દેતા ટ્રેક્ટર ડિવાઇડર પર ચઢી ગયું હતું. અને સુરેશ વસાવાની બાજુમાં બેસેલો તેનો મિત્ર ધરતીભાઇ ફંગોળાઈને જમીન પર પડયો હતો. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે. છાણી  પોલીસે આ અંગે ગુનો  દાખલ કરી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News