Get The App

રિક્ષા ચાલકે ટક્કર મારતા ચાલતા જતા યુવાનનું મોત

રિક્ષા પણ પલટી જતા ડ્રાઇવરને તથા મુસાફરોને પણ ઇજા પહોંચી

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
રિક્ષા ચાલકે ટક્કર મારતા ચાલતા જતા યુવાનનું મોત 1 - image

વડોદરા,કરિયાણાની દુકાનમાંથી સામાન લઇને ચાલતા જતા પિતા - પુત્રને રિક્ષા ચાલકે ટક્કર મારતા પુત્રને માથામાં ગંભીર ઇજા થતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

બિહારના શીવાન જિલ્લાના ધનવણી તાલુકાના લોશી ગામે રહેતા ગમેશ્વર ઠાકુર યાદવ હાલમાં સેવાસી મહાપુરા રોડ અનિલકુમાર સરોજની ફેબ્રિકેશનની દુકાનમાં તેના પુત્ર ધનસીંગ સાથે રહે છે અને ફેબ્રિકેશનનું કામ કરે છે. ગત તા. ૨ જી એ  પિતા - પુત્ર ફેબ્રિકેશનની દુકાનમાં કામ કરીને રાતે સાડા આઠ વાગ્યે સેવાસી ગામ ટેકરા ફળિયામાં કરિયાણાની દુકાનમાં સામાન લેવા માટે ગયા  હતા. દુકાન પરથી સામાન લઇને તેઓ ચાલતા પરત દુકાને આવતા હતા. તે સમયે મહાપુરા ગામ તરફથી આવતી એક રિક્ષા ચાલકે ધનસીંગને પાછળથી ટક્કર મારતા ધનસીંગ રસ્તા પર પડી જતા તેને માથામાં ગંભીર ઇજા થઇ હતી. જ્યારે રિક્ષા પણ પલટી જતા રિક્ષા ડ્રાઇવરને તથા રિક્ષામાં બેઠેલા મુસાફરોને પણ ઓછીવત્તી ઇજાઓ થઇ હતી. ધનસીંગને સારવાર માટે ગોત્રી હોસ્પિટલ અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જે અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News