વડોદરાના વાઘોડિયા રોડ પર ઉભેલા કન્ટેનરની પાછળ બાઈક અથડાતા યુવાનનું મોત

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
વડોદરાના વાઘોડિયા રોડ પર ઉભેલા કન્ટેનરની પાછળ બાઈક અથડાતા યુવાનનું મોત 1 - image


Vadodara Accident : વડોદરાના વાઘોડિયા તાલુકાના ગુગલીયાપુરા ગામમાં રહેતો મહેન્દ્રભાઈ કાળીદાસ પરમાર ઉંમર વર્ષ 39 ગઈકાલે સાંજે બાઈક લઈને પોતાનું તેમજ ગામમાં રહેતા ભગવાનદાસ પરમારનું દૂધ લઈને મઢેલી ગામે દૂધ ડેરીમાં ભરવા માટે જતો હતો તે વખતે વડોદરા વાઘોડિયા રોડ પર લીમડા ગામ પાસે ઊભેલા એક કન્ટેનરની પાછળ ધડાકાભેર બાઈક અથડાઈ જતા મહેન્દ્ર રોડ પરથી પટકાયો હતો. અને તેને ગંભીર ઈજા થઈ હતી. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે રોડ પર કન્ટેનર ઊભું હતું અને વરસાદ પણ પડતો હતો. જ્યારે બાઈક ચાલક મહેન્દ્રએ હેલ્મેટ પહેર્યું ન હતું અને તે કન્ટેનરની પાછળ અથડાતા તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મહેન્દ્રના ભાઈ રમેશ પરમારે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કન્ટેનરના ચાલક અજરાન સલમખાનની પોલીસે અટકાયત કરી હતી.


Google NewsGoogle News