સોખડા ગામે રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા પટકાયેલા યુવકનું મોત

પાંચ દિવસ સુધી સયાજી હોસ્પિટલમાં સારવાર લીધી

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
સોખડા ગામે રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા પટકાયેલા યુવકનું મોત 1 - image

વડોદરા,સોખડા ગામ બસ સ્ટેન્ડ પાસેથી બાઇક લઇને જતા યુવકના રસ્તામાં કૂતરૃં આવી જતા તે  રોડ પર ફંગોળાયો હતો. તેને માથામાં ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત થયું છે.

મળતી માહિતી મુજબ, શહેર નજીકના સોખડા ગામ રામ ટેકરા ભાથુજી ફળિયામાં રહેતો સુનિલ ઘનશ્યામભાઇ વસાવા ( ઉ.વ.૨૨) ગત તા. ૨૫ મી એ રાતે સવા અગિયાર વાગ્યે બાઇક લઇને સોખડા ગામ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતો હતો. તે સમયે અચાનક રસ્તામાં કૂતરૃં આવી જતા તે રોડ પર  પટકાયો હતો. સુનિલને માથામાં તથા  ડાબા હાથે ઇજા થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.


Google NewsGoogle News