વડોદરા: કિશનવાડી વુડાના મકાનમાં વાહન પાર્ક કરવા મુદ્દે યુવક સહિત તેના પરિવાર પર હુમલો
Image Source: Freepik
વડોદરા, તા. 12 માર્ચ 2024 મંગળવાર
વડોદરાના કિશનવાડી વુડાના મકાનમાં વાહન પાર્ક કરવા મુદ્દે દંપતીએ યુવક સહિત તેના પરિવાર સાથે ઝઘડો કરી કડાથી હુમલો કર્યો હતો. જેથી યુવકે દંપતી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના કિશનવાડી વુડાના મકાનમાં રહેતા નરેન્દ્રભાઇ પરમાર તરસાલી ખાતે વેલ્લેશ ફાર્મસી મેડીકલ સ્ટોરમાં નોકરી કરે છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ગઇ 10 માર્ચના રોજ રાત્રીના મારા શેઠ બહાર જવાના હોય જેથી હુ સાડા દસેક વાગ્યા સુધી મેડીકલ પર રોકાયો હતો. ત્યાર બાદ હું ઘરે આવવા નીકળ્યો અને આશરે અગિયારેક વાગ્યાની આસપાસ હુ મારી બાઇક લઈને મારા ઘરે આવીને અમારા બ્લોકમાં મારા રૂમ સામે પાર્કીંગની જગ્યા ન હોય પાછળની સાઇડમાં બાઇક પાર્ક કરી મોટા ભાઇ જયેશ પરમારને મેડીસીન્સ આપવા ગયો હતો અને ત્યાંથી પરત મારા ઘરે આવતો તે વખતે મારા બલોકમાં રૂમ નં.૧૬મા રહેતા સંજય બારોટ તેની એકટીવા લઈ આવ્યો હતો અને બ્લોકની કોમન જગ્યા પર એકટીવા પાર્ક કરતો હતો. જેથી મે તેને એકટીવા થોડે દુર પાર્ક કરવા જણાવતા સંજય બારોટ તેની એકટીવા પાર્ક કરી મારી પાસે આવી ગાડી અહીયા પાર્ક થશે તેમ કહી ઝઘડો કર્યો હતો અને મારી ફેટ પકડી આજે તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. મારી પત્ની માયા પરમાર છોડાવવા વચ્ચે પડ્યો હતો તે વખતે સંજય બારોટની પત્ની લક્ષ્મીબેન ત્યા આવી ગઇ હતી અને મારી પત્ની સાથે ઝઘડો કર્યો હતો. જેથી પોલીસ સ્ટેશન આવ્યા હતા ત્યારે ફરી વખત સંજય બારોટ મારા ઘર પાસે આવી મારા પિતાજી રમણભાઈ પરમાર અને મારો ભાઇ જયેશ પરમાર ઝઘડો કરી સંજય બારોટના માથામાં કંડુ મારી દીધી હતું. જેથી પોલીસ બંને પતિ તથા પત્ની સામે ગુનો દાખલ કર્યો હતો.