સયાજી હોસ્પિટલમાં૩૯ પ્રકારની ફંગસ વિશે વર્કશોપ યોજાયો

દેશમાં ફંગસની એન્ટીફંગલ સારવાર અપૂરતી છે

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News



સયાજી હોસ્પિટલમાં૩૯ પ્રકારની  ફંગસ વિશે  વર્કશોપ યોજાયો 1 - imageવડોદરા.ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી ,મેડિકલ કોલેજ બરોડા, એસ.એસ.જી હોસ્પિટલ દ્વારા માઇકોલોજી વર્કશોપ કોન્ફરન્સ આઇન્ડેન્ટિફિકેશન ઓફ ફંગી વિષય  પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

 આ વર્કશોપમાં રાજ્યની વિવિધ મેડિકલ કોલેજ, પ્રાઇવેટ લેબોરેટરીના ૩૯ માઈક્રોબાયોલોજિસ્ટે ભાગ લીધો હતો. તેમજ આ વર્કશોપની થીમ ઇફ યુ નો, યુ વિલ બી એબલ ટુ ડાયગ્નોસિસ રાખી હતી.  આ વર્કશોપમાં ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી મેડિકલ કોલેજ ઓફ બરોડા દ્વારા વિવિધ ૩૯ જાતની ફંગસ વિશે માઇક્રોસ્કોપી તેમજ કલ્ચર પ્લેટ પર ફંગસ આઇસોલેટેડ કરી તમામને માહિતગર કર્યા હતા.  ફંગસ  વિશે  વર્કશોપ ખૂબ જ ઓછી સંખ્યામાં કરવામાં આવે છે.  પરંતુ, હમણાં જ  કોવિડ બીજા અને ત્રીજા વેવથી બ્લેક ફંગસ તેમજ યલો ફંગસ નો આઉટબ્રેક પૂરા ભારત દેશમાં થયો હતો. તેમજ આ ફંગસની  એન્ટીફંગલ સારવાર પણ અપૂરતા પ્રમાણમાં  છે. જેથી, ડિપાર્ટમેન્ટ માઇક્રોબાયોલોજી, મેડિકલ કોલેજ બરોડા  દ્વારા ગુજરાત  રાજ્યના તમામ માઇક્રોબાયોલોજિસ્ટ ને ફંગસ ઓળખવા તેમજ દદીર્નો જીવ બચાવવા માટે માઇકોલોજી વર્કશોપનું આયોજન કરાયું હતું.


Google NewsGoogle News