Get The App

કંપનીમાં કામ કરતી મહિલાને અચાનક ગભરામણ થયા બાદ મોત

ગોલ્ડન બ્રિજ પાસે બેભાન અવસ્થામાં મળી આવતા મોત

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
કંપનીમાં કામ કરતી મહિલાને અચાનક ગભરામણ થયા બાદ મોત 1 - image

વડોદરા,કંપનીમાં કામ કરતી મહિલાને અચાનક ગભરામણ થતા તેઓને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો.

નવાયાર્ડ ડી કેબિન અમર નગરમાં રહેતા ૫૩ વર્ષના સુશીલાબેન પૂનમભાઇ ગોરવા બી.આઇ.ડી.સી. ખાતે સેન્ચ્યુરી પ્રા.લિ. કંપનીમાં દવા પેકિંગનું કામ કરતા હતા. તે સમયે બપોરે પોણા બે વાગ્યે તેઓને અચાનક છાતીમાં ગભરામણ થતા સારવાર માટે ગોત્રી  હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.  પરંતુ, તેઓનું મોત થયું હતું.

ગોલ્ડન બ્રિજ ઉતરતા વ્રજવાસી ઢાબા પાસે ગઇકાલે રાતે સાડા દશ વાગ્યે ૫૦ વર્ષના આધેડ બેભાન અવસ્થામાં  પડયા હતા. એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવવામાં આવી હતી. એટન્ડન્ટે ચેક કરતા તેઓનું મોત થયું હતું. જે અંગે હરણી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે  સ્થળ પર જઇને લાશનો કબજો લઇ પી.એમ.માટે મોકલી આપી છે. પોલીસે મૃતકના સગાઓની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News