કોયલીમાં જમીન સંપાદન દરમિયાન કૂવામાં કૂદી પડેલી મહિલાને જાંબાઝ પોલીસ જવાને બચાવી

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
કોયલીમાં જમીન સંપાદન દરમિયાન કૂવામાં કૂદી પડેલી મહિલાને જાંબાઝ પોલીસ જવાને બચાવી 1 - image

વડોદરાઃ કોયલીમાં જમીન સંપાદનની કામગીરી દરમિયાન વિરોધ કરતી એક મહિલા કૂવામાં કૂદી પડતાં પોલીસ જવાને તેને બચાવી લીધી હતી.

કોયલીમાં ગુરૃવારે જમીન સંપાદનની કામગીરી માટે રાકેશભાઇ પટેલને ત્યાં ગયેલા મામલતદાર સહિતના અધિકારીઓએ જવાહરનગર પોલીસની મદદ લીધી હતી.જે દરમિયાન એક મહિલાએ સંપાદનનો વિરોધ કર્યો હતો.

મહિલા પોલીસે તેને અટકાવતાં તે દોડીને ખુલ્લા કૂવામાં કૂદી પડી હતી.આ વખતે ત્યાં હાજર જવાહરનગર પોલીસના કોન્સ્ટેબલ રાજુભાઇ અજાભાઇ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કૂવામાં કૂદી પડયા હતા અને મહિલાને બચાવી લીધી હતી.જેથી એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ તેની હિંમત અને સમયસૂચકતાને બિરદાવી હતી. એસીપીએ કહ્યું હતું કે,આ જવાનને એવોર્ડ મળે તે માટે ભલામણ કરવામાં આવશે.


Google NewsGoogle News