શેરમાર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ઇનકાર કરનાર મહિલાને ન્યૂડ વીડિયો મોકલી હેરાન કરી મૂકી

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
શેરમાર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ઇનકાર કરનાર મહિલાને ન્યૂડ વીડિયો મોકલી હેરાન કરી મૂકી 1 - image

વડોદરાઃ વડોદરાની એક નોકરીયાત મહિલાને શેર માર્કેટના નામે વાત કરનાર વ્યક્તિએ બ્લેકમેલ કરતાં આખરે કંટાળેલી મહિલાએ સાયબર સેલની મદદ લીધી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,મહિલા કર્મચારીને ગઇ તા.૨૩મી ઓક્ટોબરે રવિ શર્માના નામે કોલ આવ્યો હતો.રવિએ કહ્યું હતું કે,તે શેરમાર્કેટનું કામ કરે છે અને ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારૃં એવું વળતર મળશે.

મહિલાએ ઇન્વેસ્ટમેન્ટનો ઇનકાર કરતાં રવિ તરીકે ઓળખ આપનાર ગઠિયાએ મહિલાને બ્લેકમેલ કરવા માંડી હતી.તેણે સોશ્યલ મીડિયા પર અભદ્ર ભાષામાં વાતો કરી મેસેજ મોકલવા માંડયા હતા.જ્યારે બીભત્સ ફોટા અને વીડિયો પણ મોકલ્યા હતા.

આખરે મહિલાએ પોલીસ કમિશનર મારફતે સાયબર સેલના પીઆઇ બી એન પટેલને ફરિયાદ આપતાં તેમણે મોબાઇલ તેમજ વોટ્સએપની ડીટેલને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News