વડોદરાની ઘડિયાળી પોળમાં પરપ્રાંતીય યુવતીઓને બોલાવી કુટણખાનું ચલાવતી મહિલા પકડાઈ

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
વડોદરાની ઘડિયાળી પોળમાં પરપ્રાંતીય યુવતીઓને બોલાવી કુટણખાનું ચલાવતી મહિલા પકડાઈ 1 - image

image : Freepik

વડોદરા,તા.9 ડિસેમ્બર 2023,શનિવાર

વડોદરામાં અત્યંત ગીચ અને મુખ્ય બજાર વાળા ઘડિયાળી પોળ વિસ્તારમાં  કુટણખાનુ ચલાવતી મહિલાને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ ઝડપી પાડી છે.

ઘડીયાળી પોળની સાંકડી શેરીમાં રહેતી પારુલ બ્રહ્મભટ્ટ પરપ્રાંતિય યુવતીઓને બોલાવી રૂ.1500 થી 2000 આપીને દેવ વ્યાપાર કરાવતી હોવાની વિગતોને પગલે પીઆઇ ડો.ભાવના પટેલ અને ટીમે દરોડો પાડ્યો હતો.

પોલીસે એક યુવતીને છોડાવી હતી અને ફ્લેટમાં કુટણખાનું ચલાવતી મહિલાને ઝડપી પાડી વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. 

નોંધનીય છે કે બે દિવસ પહેલા પાણીગેટના ગોવિંદ રાવ પાર્ક તેમજ ત્યાર પહેલા બાપોદ જકાતનાકાના ફ્લેટમાંથી કુટણખાના પકડાયા હતા. જ્યારે જુના પાદરા રોડ વિસ્તારમાં એક બંગલામાંથી પણ કુટણખાનું પકડાયું હતું.


Google NewsGoogle News