વડોદરાના સયાજીગંજ વિસ્તારમાંથી યુવકો સામે બીભસ્ત ચેનચાળા કરતી મહિલા ઝડપાઇ

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાંથી યુવકો સામે બીભસ્ત ચેનચાળા કરતી મહિલા ઝડપાઇ 1 - image

વડોદરા,તા.9 જાન્યુઆરી 2024,મંગળવાર

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાંથી યુવકો સામે જોઈને બીભસ્ત ઈશારા કરતી એક મહિલાને શી ટીમે ઝડપી પાડી હતી.

સયાજીગંજ વિસ્તારમાં આવેલા જુના વિટકોસ બસ સ્ટેન્ડ પાસેથી આવતા જતા યુવકોને જોઈને એક મહિલા બીભસ્ત ચેનચાળા કરી ઇશારા કરતી હતી. આ મહિલા દ્વારા યુવકોને વિવિધ પ્રકારના ઈશારા કરી આકર્ષવાનો પ્રયાસ કરાઈ રહ્યો હતો. સયાજીગંજ પોલીસની પેટ્રોલિંગમાં ફરી રહેલી શી ટીમના કર્મીઓને માહિતી મળી હતી. જેના આધારે શી ટીમના માણસોએ ઘટના સ્થળ પર પહોંચી મહિલાને ઝડપી પાડી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.


Google NewsGoogle News