ચારિત્ય્ર પર છાંટા ઉડાડતા એરપોર્ટ સર્વિસના બે કર્મચારીને મહિલા ઓફિસરે પાઠ ભણાવ્યો

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
ચારિત્ય્ર પર છાંટા ઉડાડતા એરપોર્ટ સર્વિસના બે કર્મચારીને મહિલા ઓફિસરે પાઠ ભણાવ્યો 1 - image

વડોદરાઃ મહિલા ઓફિસરના ચારિત્ર્ય પર છાંટા ઉડાડતા એરપોર્ટ સર્વિસના બે કર્મચારીને મહિલા અધિકારીએ પાઠ ભણાવી બંને સામે  હરણી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગે એક એરલાઇન્સની મહિલા સિક્યુરિટી ઓફિસરે પોલીસને કહ્યું છે કે,એરપોર્ટ સર્વિસમાં કામ કરતા પ્રદ્યુમન સોનીએ મારા ચારિત્ર્ય વિશે ખોટી અફવા ફેલાવતાં તેમના ઉપરી અધિકારીએ આ બાબતે તેમનો ખુલાસો પૂછ્યો હતો.ત્યારબાદ હરણી તળાવ પાસે પ્રદ્યુમન સોનીએ મને તમે મારૃં કાંઇ  બગાડી લેવાના નથી તેમ કહી હાથ પકડયો હતો.જેથી હું તેને ધક્કો મારી ચાલી ગઇ હતી.

તા.૩જીએ ફરીથી પ્રદ્યુમન અને જિમિત વસાવાએ માથાકૂટ કરી હતી.જિમિતે તું કોની વાત કરે છે તેમ કહી ઝઘડો કર્યો હતો.આ વખતે પ્રદ્યુમને ઇશારો કરતાં મને ગુસ્સો આવ્યો હતો અને તેને માર માર્યો હતો.જ્યારે જિમિતને ધક્કો માર્યો હતો.હરણી પોલીસે આ અંગે બંને કર્મચારીઓ સામે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News