વડોદરામાં પ્રતાપ નગરના મકાનમાં ગાંજો વેચતી મહિલા અને બે ડ્રગ્સ પેડલર ઝડપાયા

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
વડોદરામાં પ્રતાપ નગરના મકાનમાં ગાંજો વેચતી મહિલા અને બે ડ્રગ્સ પેડલર ઝડપાયા 1 - image

image : Freepik

વડોદરા,તા.23 સપ્ટેમ્બર 2023,શનિવાર

વડોદરાના પ્રતાપ નગર વિસ્તારમાં એક મહિલા મકાનમાં ગાંજો વેચતી હોવાની વિગતો મળતા એસઓજીની ટીમે દરોડો પાડી એક કિલો ઉપરાંત ગાંજા સાથે મહિલા તેમજ ડિલિવરી આપવા આવેલા ડ્રગ્સ પેડલર સહિત ત્રણને ઝડપી પાડયા હતા.

પ્રતાપ નગર બ્રિજ પાસે નવગ્રહ મંદિર પાછળ વણકરવાસમાં રહેતી સુશીલા ઠાકોર ગાંજાની પડીકીઓ બનાવીને વેચાણ કરતી હોવાની માહિતી મળતા એસ.ઓ.જીની ટીમે ગઈકાલે રાત્રે વોચ રાખી હતી. આ વખતે રિક્ષામાં બે શખ્સ પણ મકાનમાં આવ્યા હતા.

વડોદરામાં પ્રતાપ નગરના મકાનમાં ગાંજો વેચતી મહિલા અને બે ડ્રગ્સ પેડલર ઝડપાયા 2 - image

પોલીસે મકાનમાં દરોડો પાડતા સુશીલા ઠાકોર પાસેથી રૂ 11,180 ની કિંમતનો 1 કિલો 180 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે સુશીલા પાસેથી એક મોબાઇલ અને રોકડા રૂ.3250 કબજે કર્યા હતા.

પોલીસે ગાંજાની ડિલિવરી આપવા આવેલા સલીમ અકબરભાઈ શેખ (એકતાનગર નજીક, આજવા રોડ) તેમજ રીક્ષા લઈ આવેલા મોહમ્મદ હમજા અબ્દુલ સમદ ગોલાવાલા (પીર અજીમ કોમ્પ્લેક્સ, બાવા માનપુરા) ને પણ ઝડપી પાડ્યા હતા

પોલીસની પ્રાથમિક તપાસમાં સલીમ શેખ ગાંજાનો જથ્થો છેલ્લા કેટલાક સમયથી સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાંથી લાવી અને સુશીલાને ઓર્ડર મુજબ સપ્લાય કરતો હોવાની વિગતો બહાર આવી છે.


Google NewsGoogle News