વડોદરામાં ટ્રેનમાં મહિલા લઘુશંકા ગઈ અને 7 લાખની મત્તા રાખેલ પર્સ ગાયબ

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
વડોદરામાં ટ્રેનમાં મહિલા લઘુશંકા ગઈ અને 7 લાખની મત્તા રાખેલ પર્સ ગાયબ 1 - image

image : Freepik

વડોદરા,તા.18 સપ્ટેમ્બર 2023,સોમવાર

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વસઇ ખાતે 60 ફૂટ રોડ પર બ્લ્યૂ માઉન્ટ રેસિડેન્સીમાં રહેતા કિશનલાલ નથ્થારામ પ્રજાપતિ તેમના પત્ની સાથે પુના બિકાનેર એક્સપ્રેસ ટ્રેનનાં રિઝર્વેશન કોચમાં બેસી વસઈથી નોખા જતા હતા. વહેલી સવારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પરથી પસાર થયા બાદ મજુદેવીને લઘુશંકા લાગતા તેઓ જઈને પરત ફર્યા ત્યારે બન્ને સીટની વચ્ચે ફોલ્ડિંગ ટેબલ પર મૂકેલું તેમનું બ્રાઉન પિંક કલરનું પર્સ ગાયબ હતું. આ અંગે રેલવે પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પર્સમાં રોકડ, મોબાઈલ અને સોનાના દાગીના સહિત કુલ રૂ.7 લાખની મત્તા હતી.


Google NewsGoogle News