Get The App

ખેડૂતોના ખાતામાં 'ભારતમાલા'ની કાચી નોંધ પાડતા ફરી વિરોધનો વંટોળ ઉઠયો

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
ખેડૂતોના ખાતામાં 'ભારતમાલા'ની કાચી નોંધ પાડતા ફરી વિરોધનો વંટોળ ઉઠયો 1 - image


જિલ્લાના ૨૮ ગામોના બે હજારથી વધુ સર્વે નંબરના આઠ હજાર

બાલવા ખાતે મળેલી બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા રોડ ઉપર ઉતરી આંદોલનની સાથે કોર્ટના દ્વાર પણ ખખડાવાશે

ગાંધીનગર : દિલ્હીથી મુંબઇ સ્પેશ્યલ ગ્રીન એક્સપ્રેસ હાઇવે માટે ગાંધીનગરના ચારેય તાલુકાની જમીન સંપાદિત કરવાની થાય છે. જિલ્લાના કુલ ૨૮ ગામના બે હજારથી વધુ સર્વે નંબરની જમીનો સંપાદન કરવામાં આવનાર છે જે અંતર્ગત તાજેતરમાં સરકરા દ્વારા આઠ હજાર જેટલા ખેડૂત ખાતેદારોના ૭-૧૨માં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન કરવામાં આવનાર છે તેવી કાચી નોંધ પાડી દેતા ફરી વિવાદનો મધપુડો છંડેડાયો છે અને ખેડૂતોએ આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે આ સાથે કોર્ટ રાહે પણ ન્યાય મેળવવા માટે લડત ચલાવવામાં આવશે.

એક બાજુ ભારત સરકારે ગ્રીન હાઇવેનું નામ આપીને ભારતમાલા પ્રોજેક્ટ હાથ પર લીધો છે. જે અંતર્ગત થરાદથી અમદાવાદ સુધીનો એકસપ્રેસ હાઇવે બનાવવામાં આવશે જે માટે હાઇવે ઓથોરિટી અને સરકાર દ્વારા બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના ગામોની જમીન સંપાદન કરવા માટે અગાઉ જાહેરનામું બહાર પાડીને પ્રક્રિયા હાથ ધરી હતી પરંતુ ગાંધીનગરના ખેડૂતોના ઉગ્ર વિરોધને લઇને ગાંધીનગરમાં સંપાદનની પ્રક્રિયા હાથ ધરાઇ ન હતી ત્યારે હવે સરકારી તંત્ર દ્વારા સંપાદન માટે અલગ ટ્રીક અપનાવવામાં આવી છે. સંપાદન થાય તે પહેલા એટલે કે, હજુ તો જમીન ઉપર ખેડૂતોનો કબ્જો છે અને તેમને કોઇ વળતર પણ મળ્યું નથી તેમ છતા અસરગ્રસ્ત ખેડૂતોના ખાતામાં એટલે કે, ૭-૧૨માં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જે તે સર્વે નંબરની જમીનનું સંપાદન કરવામાં આવનાર છે તેવા લખાણ સહિતની કાચી નોંધ પાડવામાં આવી છે. જેના પગલે ખેડૂતોની આ જમીન ઉપર સીધો સરકારનો હક્ક થઇ જશે સાથે સાથે જમીન વેચી શકાશે નહીં તે અંગે ગઇકાલે પ્રતાપપુરા બાલવા ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા અને વિરોધની આગને વધુ પ્રચંડ બનાવવા માટે આગામી દિવસોમાં રોડ ઉપર ઉતરી તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોનલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સાથે સાથે ખોટીરીતે નોંધ પાડવાના કિસ્સામાં કોર્ટરાહે લડત પણ ચલાવવામાં આવશે. એટલુ જ નહીં, ખેડૂતોને હક્ક અને ન્યાય નહીં મળે તો તેની અસર ચૂંટણીમાં પડશે તેવો સંકેત પણ અસરગ્રસ્ત ખેડૂતોએ બેઠકમાં આપ્યો હતો.

 સત્વરે હક્ક અને ન્યાય નહીં મળે તો ચૂંટણીમાં તેની અસર પડશે ઃ ખેડૂતો

ગાંધીનગર જિલ્લાના ૨૮ ગામોની જમીન સંપાદીત કરીને તેના ઉપર ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ-અમદાવાદ હાઇવે બનાવવામાં આવનાર છે. આ માટે ખેડૂતો જમીન આપવા તૈયાર નથી ત્યારે તંત્ર દ્વારા અલગ જ કિમીયો અપનાવ્યો છે. લગભગ આઠ હજાર જેટલા અસરગ્રસ્ત ખેડૂતોના ખાતામાં ભારતમાલા પ્રોજેક્ટ માટે સંપાદિત તેવી કાચી નોંધ પાડી દેવામાં ાવી છે. જેના કારણે ખેડૂતોના આ વિરોધમાં ઘી ઉમેરાયું છે અગાઉથી વિરોધ ચાલુ જ હતું ત્યારે હવે નોંધ દૂર કરવા માટેનો પણ વિરોધ શરૃ કરવામાં આવનાર છે. ગઇકાલે મોટી સંખ્યામાં ખેડૂતો આ માટે ભેગા થયા હતા અને કોર્ટ રાહે પણ લડત ચલાવવામાં આવશે જે માટે વકિલોની સલાહ લેવામાં આવી રહી છે તો આગામી સમયમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ આના માઠા પરિણામો સરકારને મળશે તેવી ચિમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.


Google NewsGoogle News