રિફાઇનરીની બીજી ટેન્કો બચાવી લેવા પાણી અને ફોમનો મારો ચાલુ રાખી દિવાલ બનાવીઃ વિકલ્યો શોધવા કલેક્ટરે મીટિંગ લીધી
વડોદરાઃ બેકાબૂ બનેલી રિફાઇનરીની આગ કાબૂમાં લેવા માટે મોડીરાતે કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની મીટિંગ મળી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ,રિફાઇનરીમાં એક ટેન્કમાં આગ લાગ્યા બાદ રાતે બીજી ટેન્કમાં પણ બ્લાસ્ટ સાથે આગ પકડાતાં ફાયર બ્રિગેડ અને અન્ય વિભાગના અધિકારીઓની દોડધામ વધી ગઇ હતી.
આ વિસ્તારમાં બીજી પણ ટેન્કો હોવાથી આગ કેવી રીતે કાબૂમાં લઇ શકાય તે માટે જિલ્લા કલેક્ટરે ફાયર ઓફિસરો સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે એક મીટિંગ કરી હતી.
ફાયર બ્રિગેડે અન્ય ટેન્કો બચાવવા માટે કુલિંગ જ શ્રેષ્ઠ ઉપાય હોવાનો મત વ્યક્ત કર્યો હતો અને તે મુજબ બીજી ટેન્કો પાસે પાણી અને ફોમનો સતત મારો ચાલુ રાખી દિવાલ બનાવવામાં આવી હતી.જો કે, આ મુદ્દે સત્તાવાર રીતે કોઇ વાત કરવા આગળ આવ્યું નહતું.