Get The App

ભાજપની મહિલા કાર્યકરનો આક્રોશ,હિંમત હોય તો વિશ્વામિત્રી ખુલ્લી કરો,તમે કૌભાંડ કરી પૈસા ભેગા કરશો ,બીજાનું શું

ભાજપના કાર્યકર કહેવાડતાં શરમ આવે છે,,લોકો મારવા દોડે છે,નૌટંકી બંધ કરો,ભગવાનનો ડર રાખો

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
ભાજપની મહિલા કાર્યકરનો આક્રોશ,હિંમત હોય તો વિશ્વામિત્રી ખુલ્લી કરો,તમે કૌભાંડ કરી પૈસા ભેગા કરશો ,બીજાનું શું 1 - image

વડોદરાઃ વિશ્વામિત્રીના પૂરને કારણે લોકોને ધાર્યા ના હોય તેવા લાખોના ખર્ચા આવી જતાં ભાજપના કાર્યકરો પણ હવે તોબા પોકારવા માંડયા છે.

વડોદરા ભાજપની ભારતીબેન ભાણવડીયા નામની મહિલા કાર્યકરનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં રહ્યો છે.જેમાં તેમણે  હાથ જોડીને ભાજપના નેતાઓને ભગવાનનો ડર રાખી નૌટંકી બંધ કરવા કહ્યું છે.તેમણે કહ્યું છે કે,૩૦ વર્ષથી ભાજપનું શાસન છે તો તમે વિશ્વામિત્રીના દબાણો રોકવા કે તોડવા શું કર્યું.અમને ભાજપના કાર્યકર તરીકે ઓળખાવતાં શરમ આવે છે,લોકો મારવા દોડે છે.

મહિલાએ કહ્યું છે કે,પૂરને કારણે લોકોને ખૂબ આર્થિક નુકસાન થયું છે.તમે તો કૌભાંડો કરીને રૃપિયા ભેગા કરી લેશો,અમારા જેવા સામાન્ય માણસો ક્યાંથી ખર્ચ વેઠશે.જો તમારામાં હિંમત હોય તો દબાણો તોડો અને કાયમી ઉકેલ લાવો.


Google NewsGoogle News