સ્ટેશનરોડ પર બાઇક સવારે લિફ્ટ નહિં આપતાં શોર્ટ કપડાં પહેરેલ યુવતીનો હુમલો,વીડિયો વાયરલ થયો

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
સ્ટેશનરોડ પર બાઇક સવારે લિફ્ટ નહિં આપતાં શોર્ટ કપડાં પહેરેલ યુવતીનો હુમલો,વીડિયો વાયરલ થયો 1 - image

વડોદરાઃ સ્ટેશન રોડ પર શોર્ટ કપડાં પહેરેલ યુવતી એક યુવકને ગાળો  ભાંડીને માર મારી રહી હોવાના બનાવમાં પોલીસે યુવતી સામે ગુનો નોંધ્યો છે.

બનાવ અંગે ઇલીયાસ મેમણ નામના યુવકે પોલીસને કહ્યું છે કે,તા.૨૮મીએ મેં રજા લીધી હોવાથી હું બાઇક લઇને સ્ટેશન વિસ્તારમાં ગયો હતો.ત્યાંથી પરત ફરતાં એમ એસ યુનિના ગેટ પાસે પડીકી ખાવા ઉભો હતો ત્યારે એક યુવતી મારી  પાર્ક કરેલી બાઇક પર બેસી ગઇ હતી.

આ યુવતીને ઉતરી જવા કહેતાં તેણે ઇનકાર કર્યો હતો અને તારી સાથે આવીશ તેમ કહેતાં યુવકે બાઇક ચાલુ કરવાનો ઇનકાર કર્યો હતો.જેથી ઉશ્કેરાયેલી યુવતીએ ગાળો દઇ તેના પેટમાં લાતો મારી હતી અને બાઇક ફેંકી હતી.આ બનાવનો વીડિયો પણ વાયરલ થયો હતો.સયાજીગંજ પોલીસે સયાજીગંજ વિસ્તારની યુવતી સામે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News