વડોદરાના સમા અને ગેંડા સર્કલ નજીકથી મોટરસાયકલો ચોરી કરતો રીઢો વાહન ચોર પકડાયો

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
વડોદરાના સમા અને ગેંડા સર્કલ નજીકથી મોટરસાયકલો ચોરી કરતો રીઢો વાહન ચોર પકડાયો 1 - image

વડોદરા,તા.25 ડિસેમ્બર 2023,સોમવાર

વડોદરાના સમા તેમજ ગેંડા સર્કલ વિસ્તારમાં પાર્ક કરેલી મોટર સાયકલની ચોરી કરનાર રીઢા વાહન ચોરને પોલીસે ઝડપી પાડતાં પાંચ મોટરસાયકલની ચોરીનો ભેદ ખુલ્યો છે.

સમા તળાવ નજીક વાહનો પાર્ક કરી બસમાં અપડાઉન કરતા લોકો પર વોચ રાખી તક મળતા જ ડુપ્લીકેટ ચાવી વડે ટુ વ્હિલરની ઉઠાંતરી કરતા વાહન ચોર પર ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ રાખી હતી.

પોલીસે સમા વિસ્તારમાંથી દુર્ગેશ ગિરીશકુમાર ઠાકોર (દ્વારકેશ સોસાયટી, છાણી ગુરુદ્વારા પાસે) ને ઝડપી પાડી મોટરસાયકલના કાગળ માંગતા તેની પાસે માલિકીના કોઈ કાગળ મળ્યા ન હતા. પોલીસની તપાસ દરમિયાન રીઢા વાહનચોરે સમા તેમજ ગેંડા સર્કલ નજીકથી ચાર મહિનાના ગાળામાં પાંચ મોટરસાયકલ ચોરી હોવાની વિગતો ખુલી હતી.

દુર્ગેશ ઠાકોર અગાઉ પણ વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો અને તેની પાસે સાત વાહન ચોરીના ભેદ ખુલ્યા હતા. જેથી પોલીસે તેને પાસા હેઠળ જેલ ભેગો પણ કર્યો હતો.


Google NewsGoogle News