Get The App

પરિવારજનો વિરૃધ્ધ લવ મેરેજ કરનાર યુપીથી આવેલો પતિ કમાટી બાગ પાસે પત્નીને છોડી અદ્શ્ય

નાસ્તો લેવા જાવું છું તેમ કહી ચાલ્યા ગયેલા પતિની કોઇ જ ભાળ નહિ મળતાં અભયમ મદદે આવી

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
પરિવારજનો વિરૃધ્ધ લવ મેરેજ કરનાર યુપીથી આવેલો પતિ કમાટી બાગ પાસે પત્નીને છોડી અદ્શ્ય 1 - image

વડોદરાઃ યુપીથી વડોદરા આવેલો પતિ તેની પત્નીને કમાટીબાગ પાસે છોડીને અદ્શ્ય થઇ જતાં રાહજોઇ થાકેલી પત્નીને અભયમ દ્વારા સયાજી હોસ્પિટલમાં કાર્યરત સંસ્થામાં આશરો આપવામાં આવ્યો છે.

યુપીમાં પરિવારજનોની મરજી વિરૃધ્ધ લવમેરેજ કરનાર પતિ-પત્ની કેટલાક દિવસથી વડોદરા આવ્યા હતા અને કામની શોધમાં હતા.જે દરમિયાન બંને જણા કમાટીબાગમાં આવ્યા હતા.

આ વખતે ગેટ નજીક પત્નીને ઉભી રાખી નાસ્તો લેવા જવાનું કહી પતિ ક્યાંક ચાલ્યો ગયો હતો.બે-ત્રણ કલાક સુધી રાહ જોઇ થાકેલી પત્ની ગભરાઇ હતી.તેણે પોતાની રીતે શોધખોળ કરી હતી.પરંતુ પતિનો પત્તો લાગ્યો નહતો.

કલાકો સુધી અટવાઇ ગયેલી પત્ની વડોદરાના વિસ્તારોથી અજાણ હતી.યુપીમાં પણ કોઇનો સંપર્ક થાય તેમ નહતું.આખરે તેને મૂંજવણમાં જોઇ એક સદગૃહસ્થ મદદરૃપ બન્યા હતા.તેમણે અભયમને જાણ કરતાં પતિને શોધવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તેના કોઇ સગડ મળ્યા નહતા.જેથી પરિણીતાને સયાજી હોસ્પિટલમાં સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો આપવામાં આવ્યો છે.


Google NewsGoogle News