Get The App

ટ્રેક્ટરના પૈંડા બે વર્ષના બાળક પર ફરી વળતા કચડાઇ જતા મોત

અકસ્માત કરીને ભાગી ગયેલા ટ્રેક્ટર ચાલકની સામે પોલીસે ગુનો દાખલ કર્યો

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
ટ્રેક્ટરના પૈંડા બે વર્ષના બાળક પર ફરી વળતા કચડાઇ જતા મોત 1 - image

વડોદરા,બે વર્ષના બાળક પર ટ્રેક્ટરના તોતિંગ પૈંડા ફરી વળતા તેનું માથું છુંદાઇ જતા સ્થળ પર જ તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. હરણી પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.

બોટાદ ગામ મલ્ટિ પ્લેક્સ ટોકીઝ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતી અનિતા અજયભાઇ ગઇકાલે તેના બે વર્ષના પુત્ર સાથે વડોદરામાં રહેતા મોટી સાસુ રહુબેનના ઘરે આવ્યા હતા અને રાતે ત્યાં જ રોકાઇ ગયા હતા. આજે સવારે તેઓ દીકરાને લઇને પ્રાણાયામ હોસ્પિટલની સામે ખાડામાં રહેતા માસીના ઘરે જવા મોટી સાસુના ઘરેથી નીકળીને રિક્ષામાં બેસી ખોડિયાર નગર ચોકડી નજીક ઉતર્યા હતા. બે વર્ષના બાળકને કમરમાં તેડી તેઓ રોડ ક્રોસ કરતા હતા. તે સમયે એક ટ્રેક્ટર ચાલકે પૂરઝડપે આવી તેઓને ટક્કર મારતા બે વર્ષનું બાળક રોડ પર ફંગોળાઇને પડયું હતું. ટ્રેક્ટરના પૈંડા બાળકના હાથ તથા માથા પર ફરી વળતા કચડાઇ જતા તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું. અકસ્માત પછી નાસી ગયેલા ટ્રેક્ટર ચાલકની સામે હરણી પોલીસે ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News