વડોદરામાં કાર્ડકોન - ૨૦૨૩ ની બે દિવસની કોન્ફરન્સ યોજાઇ

દેશભરના ૮૦૦ થી વધુ ડોક્ટર્સ હાજર રહ્યા ઃ કાર્ડિયોલોજીના અનેક ટોપિકની ચર્ચા

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
વડોદરામાં કાર્ડકોન - ૨૦૨૩ ની બે દિવસની  કોન્ફરન્સ યોજાઇ 1 - image

વડોદરા,વડોદરામાં છેલ્લા ૨૧ વર્ષથી યોજાતી કાર્ડિયોલોજી કોન્ફરન્સ આ વર્ષે  પણ યોજાઇ હતી. જેમાં કાર્ડિયોલોજીના અનેક પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી.

વડોદરામાં કાર્ડકોન - ૨૦૨૩ ની કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં દેશભરના ૮૦૦ થી વધુ હૃદય રોગના નિષ્ણાંત ડોક્ટર્સ અને ૨૫ થી વધારે ફેકલ્ટી હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સમાં કાર્ડિયોલોજીના અનેક પાસા જેવાકે, સીપીઆર, ઇસીજી ઇન્ટરપ્રિટેશન,ટુ ડી ઇકો ટેકનિક તેમજ અદ્યતન એડવાન્સ ટેકનિકલ ટોપિક પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં ઓપિનિયન પોલ, ઇનોવેટિવ કાર્ડિયોલોજી ક્વિઝ,ક્લિનિકલ પ્રોબ્લેમ સોલ્વીંગ સેશન પણ યોજવામાં આવ્યા હતા. એક ખાનગી હોસ્પિટલના કેથલેબથી કોમ્પલેક્સ કાર્ડિયોલોજી કેસની પ્રોસિઝર કરવામાં આવી હતી. જેનું લાઇવ પ્રસારણ કાર્ડકોન ઇવેન્ટમાં કોન્ફરન્સ હોલમાં કરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News