રૃપિયા ૨૧ લાખનો વિદેશી દારૃ અને બિયરની પેટીઓ ભરેલી ટ્રક ઝડપાઇ

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
રૃપિયા ૨૧ લાખનો વિદેશી દારૃ અને બિયરની પેટીઓ ભરેલી ટ્રક ઝડપાઇ 1 - image


નેશનલ હાઇવે પર ચંદ્રાલા ગામ પાસેથી

રાજસ્થાનથી દારૃનો જથ્થો લઇને નીકળેલા ડ્રાઇવરની ધરપકડ કરાઇ : માલ ભરાવનારા બુટલેગરના નામનંબર પણ મળ્યાં

ગાંધીનગર :  તહેવારોમાં દારૃની રેલમછેલ સામાન્ય વાત બની ગઇ છે. ત્યારે રાજસ્થાનથી રૃપિયા ૨૧ લાખની કિંમતની વિદેશી દારૃ અને બિયરની ૪૮૧ પેટી ભરીને અમદાવાદ તરફ નીકળેલી ટ્રકને ક્રાઇમ બ્રાન્ચ ૧ની ટીમ દ્વારા નેશનલ હાઇવે પર ચંદ્રાલ ગામ પાસેથી ઝડપી લેવામાં આવી હતી. પોલીસ દ્વારા ટ્રક્ ડ્રાઇવરની ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવતાં દારૃનો જથ્થો ભરવાનાર બુટલેગરના નામ, નંબર પણ મળી આવ્યા હતાં.

લોકલ ક્રાઇમ બ્રાન્ચ ૧ના ઇન્સપેક્ટર ડી. બી. વાળાએ જણાવ્યા પ્રમાણે તેમની ટીમને હિંમતનગર, અમદાવાદ નેશનલ હાઇવે પરથી દારૃ ભરેલી ટ્રક પસાર થવાની માહિતી ટ્રકના નંબર સહિત મળી હતી. જેના પગલે પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વોચમાં ગોઠવાઇ હતી અને માહિતી પ્રમાણેની નંબર પ્લેટ ધરાવતી ટ્રક નીકળતાં તેને અટકાવી દેવામાં આવી હતી. ટ્રકની તલાસી લેવામાં આવતાં ૪૮૧ પેટીમાં ભરેલી દારૃ અને બિયરની ૭,૩૪૪ બોટલ અને ટીન મળી આવ્યા હતાં. જેના સંબંધે ડ્રાઇવર પાસે કોઇ આધાર પુરાવા ન હતાં. જેના પગલે રાજસ્થાનના અજમેર જિલ્લાના તાડગઢ તાલુકાના બીણ ગામના રહેવાસી ડ્રાઇવર મોહનસિંહ ભીમસિંહ રાવતની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ કરવામાં આવતાં રાજુ નામના શખ્સે દારૃનો જથ્થો ભરાવ્યાનું ખુલ્યુ હતું. પોલીસે આ બુટલેગરના નામ તથા મોબાઇલ નંબર મેળવીને આગળની તપાસ શરૃ કરી હતી. જ્યારે ૨૧ લાખનો દારૃનો જથ્થો તથા રૃપિયા ૧૦ લાખ કિંમત ગણીને ટ્રક જપ્ત કરવામાં આવ્યો હતો.

 


Google NewsGoogle News