ભારદારી વાહને કારમાં પાંચનો ભોગ લીધા પછી પણ વાહનચાલકો બેફામ,રોંગસાઇડે જતી ટ્રકે વિદ્યાર્થિનીને અડફેટમાં લીધી

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
ભારદારી વાહને કારમાં પાંચનો ભોગ લીધા પછી પણ વાહનચાલકો બેફામ,રોંગસાઇડે જતી ટ્રકે વિદ્યાર્થિનીને અડફેટમાં લીધી 1 - image

વડોદરાઃ તરસાલી બાયપાસપાસે કારમાં પાંચના મોત નીપજ્યાંના બનાવ પછી પણ હજી ભારદારી વાહનના ચાલકોને પોલીસને કોઇ ડર રહ્યો નથી અને બેફામ રીતે વાહનો હાંકી રહ્યા છે.

પરિણામે પંડયા બ્રિજ વિસ્તારમાં રોંગ સાઇડે દોડતી ટ્રકો સામે વિરોધ થયો હોવા છતાં તેમને નહિં રોકાતાં આજે રોંગસાઇડે આવતી ટ્રકે કોલેજની એક વિદ્યાર્થિનીને ટક્કર મારી હતી.સારા નશીબે વિદ્યાર્થિનીનો બચાવ થયો હતો.પરંતુ તેના સ્કૂટરનો કૂર્દો બોલી ગયો હતો.લોકોના ટોળાં ભેગા થતાં પોલીસ દોડી આવી હતી અને ટ્રક ચાલકો સામે કાર્યવાહી કરી હતી.


Google NewsGoogle News