Get The App

જાંબુવા બ્રિજ પાસેથી ૪૭ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક પકડાઇ

મુંબઇથી દારૃ મોકલનાર અને વડોદરાનો દારૃ મંગાવનાર આરોપીની શોધખોળ

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
જાંબુવા બ્રિજ પાસેથી ૪૭ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક પકડાઇ 1 - image

વડોદરા,જાંબુવા હાઇવે નજીકથી પીસીબી પોલીસે ૪૭ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૃ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી વધુ  પૂછપરછ હાથ ધરી છે.

પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે, આજે સાંજે હાઇવે પર જાંબુવા નજીકથી મોડી સાંજે દારૃ ભરેલી ટ્રક પકડી હતી. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૃની ૯૫૦થી વધુ પેટી કબજે કરી હતી. પોલીસે ટ્રક ડ્રાઇવરની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, મારા શેઠે મુંબઇથી મને ટ્રક આપી હતી. અને કહ્યું હતું કે, વડોદરા હાઇવે પર પહોંચીશ એટલે એક વ્યક્તિનો કોલ આવશે. તે કહે તે મુજબ, માલ ખાલી કરી દેવાનો. પોલીસે દારૃ મોકલનાર અને મંગાવનાને વોન્ટેડ જાહેર કર્યા છે. ડ્રાઇવર પાસેથી મળેલા મોબાઇલના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.  પોલીસે ટ્રક અને દારૃ સહિત ૫૭ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.


Google NewsGoogle News