૧૯ વર્ષથી નાસતો ફરતો ટ્રક ડ્રાઇવર યુ.પી.થી ઝડપાયો

ટ્રકમાં ભરેલી સિમેન્ટની ૬૦૦ થેલી બારોબાર સગેવગે કરી દીધી હતી

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
૧૯ વર્ષથી નાસતો ફરતો ટ્રક ડ્રાઇવર યુ.પી.થી ઝડપાયો 1 - image

વડોદરા,ટ્રકમાં ભરેલી સિમેન્ટની ૬૦૦ થેલી બારોબાર સગેવગે કરી દેનાર અને ૧૯ વર્ષથી નાસતા ફરતા ડ્રાઇવરને પોલીસે ઝડપી લીધો છે.

જૂનાગઢના કોડિનારની અંબુજા સિમેન્ટની કંપનીમાંથી ગત તા. ૦૯ - ૦૪ - ૨૦૦૪ ના  રોજ સિમેન્ટની ૬૦૦ બેગ કિંંમત રૃપિયા ૭૫,૩૨૪ ની ટ્રકમાં ભરીને ડ્રાઇવર મહંમદ તાહિર મહંમદ નશરૃદ્દીન ( રહે. યુ.પી.) વડોદરા રણોલી આવવા નીકળ્યો હતો. પરંતુ, તેણે રસ્તામાં જ સિમેન્ટ સગેવગે કરી ટ્રક બિનવારસી હાલતમાં છોડી દીધી હતી. જે અંગે છાણી  પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. છેલ્લા ૧૯ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે છાણી  પી.આઇ.જે.આઇ.પટેલે તપાસ શરૃ કરી હતી. દરમિયાન માહિતી મળી હતી કે, આરોપી મહંમદ તાહિર ઉર્ફે તાજુબઅલી મહંમદ નશરૃદ્દીન મુસ્લિમ (રહે. ગામ ધરોરા, તા.આજોગરાજ, જિ.પ્રતાપગઢ, યુ.પી.) હાલમાં  ઉત્તરપ્રદેશના ફતેહપુર ખાતે છે. જેથી, પોલીસની એક ટીમને ત્યાં મોકલી આરોપી તાજુબઅલીને ઝડપી પાડયો છે. આરોપી સામે ઉત્તરપ્રદેશમાં છેતરપિંડીના ત્રણ ગુના દાખલ થયા છે. 


Google NewsGoogle News