Get The App

મુંબઇથી ભાવનગર લઇ જવાતો ૨૭.૭૦ લાખનો દારૃ ભરેલી ટ્રક ઝડપાઇ

આરોપીઓએ ઠંડા પીણાની બોટલની ખોટી બિલ્ટી બનાવી ટ્રકમાં દારૃ ભર્યો હતો

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
મુંબઇથી ભાવનગર લઇ જવાતો ૨૭.૭૦ લાખનો દારૃ  ભરેલી ટ્રક ઝડપાઇ 1 - image

વડોદરા,મુંબઇથી ટ્રકમાં ઠંડા પીણાની આડમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને ભાવનગર જવા નીકળેલા ટ્રક ડ્રાઇવરને પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે ૨૭.૭૦ લાખનો દારૃનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેર પોલીસને માહિતી મળી હતી કે, એક આયશર ટ્રક ભિવંડીથી વિદેશી દારૃનો જથ્થો ભરીને  ભાવનગર જવા માટે રવાના થઇ છે. જેથી, પોલીસની ટીમે વાઘોડિયા બ્રિજ નજીક ઇસ્ટર્ન આર્કેડ કોમ્પલેક્સની સામે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની  ટ્રક આવતા  પોલીસે ટ્રકને ઉભી રાખી હતી. ટ્રકમાંથી ચાલક બ્રિજેશકુમાર અભિલાખસીંગ યાદવ (રહે. યુ.પી.) ને નીચે ઉતારીને પૂછતા તેણે જણાવ્યું હતું કે, ટ્રકમાં ઓટોમેટિક બોટલ સિલિંગ કરવાના સ્પેર પાર્ટ્સનો સામાન ભરેલો છે. તે અંગેની બિલ્ટી પણ તેણે પોલીસને બતાવી હતી. પોલીસને શંકા જતા ટ્રકના તાડપત્રી ખોલી તપાસ કરતા વિદેશી દારૃની બોટલ ભરેલા ૬૬૫ બોક્સ તથા બિયરના ૨૨,૭૨૪ ટીન મળી કુલ રૃપિયા ૨૭.૭૦  લાખનો શરાબનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૃ, ટ્રક, મોબાઇલ ફોન તથા રોકડા મળી કુલ રૃપિયા ૩૭.૭૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.  પોલીસે ટ્રક ડ્રાઇવર  બ્રિજેશકુમાર યાદવ, બી.પી. નામનો શખ્સ તથા દારૃ મંગાવનાર સામે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તથા બોગસ દસ્તાવેજ બનાવવાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News