વૃદ્ધાને મૃતક દર્શાવીને પીરોજપુરની જમીન ઘસી નાંખવાનો ખેલ ખેલાયો
એસઆઇટીના આદેશથી ફરિયાદ નોંધાઇ
ઓનલાઇન અરજી કરીને ખોટી વારસાઇ કર્યા બાદ જમીન વેચવા માટે જાહેરાત આપતાં વાંધો ઉઠાવ્યા છતાં જમીન વેચાણ કરી દેવાઇ
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના રવદાવત ગામે રહેતી લખીબેન
ઉર્ફે લસીબેન મણાજી રાઠોડ નામની વૃદ્ધાની ફરિયાદ ડભોડા પોલીસ દ્વારા નોંધવામાં આવી
છે. તેમાં આરોપીઓ તરીકે દહેગમ તાલુકાના ડેમાલીયા ગામના જુગાજી પુનાજી સોલંકી, મનુભાઇ પુનાજી
સોલંકી, કઠલાલ
તાલુકાના અપરુજી ગામના જીતેન્દ્રસિંહ શંકરસિંહ સોલંકી, દહેગામ તાલુકાના
ઇસનપુર ડોડીયા ગામના ભરત જકશીભાઇ દેસાઇ,
વાવોલ ગામના કનુજી પુંજાજી જાદવ અનેરાંદેસણમાં સિન્ફોની પાર્કમાં રહેતા ગલજી
ખેમાભાઇ મનાતના નામ આપવામાં આવ્યાં છે. લખીબેનનુ પિયર પિરોજપુર ગામે હોય તેના પિતા
પુંજાજી તથા તેમના ભાઇઓ પ્રતાપજી અને કાળાજીની સંયુક્ત માલીકીની જમીનના તેઓ પણ એક
વારસદાર હતાં અને તેમનું નામ પણ બોલતુ હતું.
દરમિયાન ઉપરોક્ત જમીન પચાવી પાડવા માટે ખોટા પેઢીનામ, પંચનામા અને સોંગદનામા ઉભા કર્યાના આરોપસર લખીબેન દ્વારા ગાંધીનગર કલેક્ટર સમક્ષ અરજી કરાઇ હતી. તેમાં દહેગામ તાલુકાના ડેમાલીયા ગામના જુગાજી પુનાજી સોલંકી, મનુભાઇ પુનાજી સોલંકી, બાલુબેન પુનાજી સોલંકી અને લીલાબેન પુનાજી સોલંકી અને તે સમયે મેઘરજ તાલુકાના જાલમપુર ગામે રહેતા ગલજી ખેમાભાઇ મનાતને આરોપી દર્શાવ્યા હતાં. પરંતુ એસઆઇટી દ્વારા કરવામાં આવેલી તપાસના અંતે પોલીસ દ્વારા અલગથી ફરિયાદ નોંધી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.