પ્રતાપગંજ ક્લબમાં ક્રિકેટ રમતા યુવક પર ઝાડ પડતા ઇજા

લોકોએ ભેગા મળીને યુવકને બચાવી લીધો : કાન અને હાથ પર ઇજા

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
પ્રતાપગંજ ક્લબમાં ક્રિકેટ રમતા યુવક પર ઝાડ પડતા ઇજા 1 - image

વડોદરા,પ્રતાપગંજ સોસાયટીમાં રહેતા અને ક્રિકેટ રમતા યુવક પર ઝાડ પડતા તેને કાન તથા હાથ પર સામાન્ય ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

આજે સવારે  પ્રતાપગંજ સોસાયટીમાં રહેતો અને ડિપ્લોમા એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો ૨૦ વર્ષનો વિજય કિશોરભાઇ માલુસરે પ્રતાપગંજ ક્લબમાં ક્રિકેટ રમતો હતો. તે દરમિયાન તેના પર ઝાડ પડતા તે દબાઇ ગયો હોવાનું માની ફાયરબ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો કે, પ્રતાપગંજ રોઝરી સ્કૂલ પાસે ગ્રાઉન્ડની અંદર ઝાડ પડવાથી એક છોકરો દબાયો છે. જેથી, ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી  ગયો હતો. પરંતુ, સ્ટાફ પહોંચે તે પહેલા જ લોકોએ તેને બચાવી લીધો હતો. વિજયને ઝાડ પડવાથી કાન તથા હાથ પર સામાન્ય ઇજા પહોંચી હતી. સયાજી હોસ્પિટલમાં સારવાર બાદ તેને રજા આપી દેવામાં આવી હતી.


Google NewsGoogle News