પેથોલોજી લેબ નહીં હોવા છતાં ઓનલાઇન RT-PCR કાઢી આપતા ટ્રાવેલ એજન્ટ ઝડપાયો

Updated: May 14th, 2024


Google NewsGoogle News
પેથોલોજી લેબ નહીં હોવા છતાં ઓનલાઇન RT-PCR કાઢી આપતા ટ્રાવેલ એજન્ટ ઝડપાયો 1 - image


જુદા જુદા રાજ્યોમાં ટુરિસ્ટો માટે કોવિડ ટેસ્ટ માટેના ડુબલીકેટ આરટીપીસીઆર કરાવી આપવાના કૌભાંડમાં પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.       

મકરપુરા પોલીસ સ્ટેશનમાં એરોબિક ટ્રાવેલ ના નામે એજન્સી ધરાવતા એજન્ટ અને સાગરીતો દ્વારા જુદા જુદા રાજ્યોમાં જતા ટુરિસ્ટો માટે કોવિડ ટેસ્ટ ના સર્ટિફિકેટ કાઢી આપવાના કૌભાંડ અંગે ત્રણ વર્ષ પહેલા ફરિયાદ નોંધાઈ હતી.    

જે ગુનામાં પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ સત્તાવાર પેથોલોજી લેબ નહીં ધરાવતા હોવા છતાં ટ્રાવેલ એજન્સીના નામે ઓનલાઇન ડુપ્લીકેટ સર્ટિફિકેટ બનાવતા હોવાની વિગતો ખુલી હતી. આ ગુનામાં વોન્ટેડ આરોપી અખિલેશ ગીરીરાજસિંહ પરમાર (લક્ષ્મીનારાયણ સોસાયટી, માણેજા) તેના ઘરે આવ્યો હોવાની વિગતો મળતા એસઓજી ની ટીમે દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો.


Google NewsGoogle News