વડોદરાના ટ્રાવેલ એજન્ટે રાજકોટના પાર્ટનરને રૃ 6.31 લાખનો ચૂનો ચોપડયો
વડોદરાઃ વડોદરાના ટ્રાવેલ એજન્ટે રાજકોટના ભાગીદાર સાથે રૃ.૬.૩૧ લાખની છેતરપિંડી કરતાં તેણે પોલીસ ફરિયાદ કરી છે.
રાજકોટના પીડીએમ કોલેજ પાછળ શ્રીનાથજી કૃપા ખાતે રહેતા ટ્રાવેલ એજન્ટ પ્રશાંત કટારિયાએ પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૧૫માં મારે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં નૂતન મહેશ્વરનગર ખાતે ટ્રાવેલ એનલિમિટેડના નામે બુકિંગ કરતા તેમજ ફોર્ટી ટ્રાવેલની એજન્સી ધરાવતા ભાવેશ અરવિંદ ચૌહાણ( વ્રજ રેસિડેન્સી,સમતા-ગોત્રીરોડ) સાથે સંપર્ક થયો હતો.
અમે બંને જણાએ ભાગીદારીમાં બુકિંગ લેવાનું શરૃ કર્યું હતું.પરંતુ ભાવેશ ભુવનેશ્વર, ગોવા જેવા સ્થળોના બુકિંગની રૃ.૬.૩૧ લાખની રકમ ચૂકવતો નહતો અને ફોન પર પણ વાત કરવાનું ટાળતો હતો.તેણે આ રકમ ચૂકવી હોવાના બેન્કના બોગસ ડોક્યુમેન્ટ અને મેસેજો મોકલ્યા હતા.જેથી ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે.