મુજમહુડાની ફરસાણની દુકાનમાંથી બાળ મજૂરનું રેસ્ક્યૂ,દુકાનદારની અટકાયત
વડોદરાઃ મુજમહુડા વિસ્તારમાં એક દુકાનમાં કામ કરતા બાળમજૂરને પોલીસે છોડાવી દુકાનદાર સામે ગુનો દાખલ કર્યો છે.
એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાનિ મુજમહુડા સર્કલ પાસે આવેલી શિવ શક્તિ સ્વીટ એન્ડ ફરસાણમાં સગીરવયના શ્રમજીવીનું શોષણ કરવામાં આવતું હોવાની વિગતો મળતાં પીઆઇ ડો.ભાવના પટેલ અને ટીમે તપાસ કરી હતી.
આ દરમિયાન દુકાનમાં ચાર મહિનાથી કામ કરતો એક સગીર શ્રમજીવી મળી આવ્યો હતો.જેની પૂછપરછ દરમિયાન તેને રૃ.૯ હજારનો પગાર આપવામાં આવતો હોવાની વિગતો ખૂલી હતી.પોલીસે દુકાનદાર રાજેન્દ્ર રામકુમાર અગ્રવાલ(પ્રાતપબાગ સોસાયટી, મુજમહુડા)સામે ગુનો નોંધાવી અટકાયત કરી હતી.