Get The App

લિઝ એગ્રીમેન્ટથી કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર ઠગ ઝડપાયો

આરોપી સામે કુલ ચાર ગુના દાખલ થયા છે : ચાર ફોર વ્હીલર કબજે

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News

 લિઝ એગ્રીમેન્ટથી  કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર ઠગ ઝડપાયો 1 - imageવડોદરા,લિઝ એગ્રીમેન્ટથી કાર ભાડે લઇ ભાડુ નહીં ચૂકવતા આણંદના ઠગને મકરપુરા  પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે તેની પાસેથી કુલ ચાર ફોર વ્હીલર કબજે કરી છે. આરોપી સામે અગાઉ ચાર ગુના દાખલ થયા છે.

તરસાલી સોમનાથનગરમાં  રહેતા રાજેન્દ્રભાઇ ધરમનાથ ઠાકુર આર્મીમાં નોકરી કરતા હતા. ત્રણ વર્ષ પહેલા તેઓ નિવૃત્ત થયા છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારી પાસે એક કાર હતી. અમારી સોસાયટીમાં રહેતા નયનભાઇ  રાવલના કહેવાથી કમલેશકુમાર રમણભાઇ પટેલ ( રહે. કાકાની ખડકી, આણંદ)ને  મહિને ૩૦ હજારના ભાડે લિઝ  એગ્રીમેન્ટ કરીને  ત્રણ મહિના માટે આપી હતી. આ કાર તે તરસાલી મણીનગર સોસાયટી પાસેથી લઇ ગયો હતો. બીજા મહિને કારનું ભાડુ લેવા માટે મેં કમલેશકુમારને કોલ કરતા તેનો મોબાઇલ બંધ આવતો હતો. જેથી, મેં નયનભાઇને આ બાબતે વાત કરતા તેઓએ કમલેશકુમાર પટેલ સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, હું ભાડુ આપી દઇશ. તે વારંવાર વાયદો કરતો  હોવાથી મેં તેની પાસે કાર  પરત માંગી લીધી હતી. પરંતુ, તેણે મને કાર પરત આપી નહતી. અને ભાડુ પણ ચૂકવ્યું નથી.

મકરપુરા રોડની સોના પાર્ક સોસાયટીમાં રહેતા કલ્પેશકુમાર રતિલાલ રાવળે  પણ પોતાની કાર કમલેશને કારની લોનના  હપ્તા ભરવાની શરતે કરાર કરી વેચાણ આપી હતી.પરંતુ, કમલેશે બેન્કના લોન  હપ્તા પણ ભર્યા નહતા કે, કાર પણ પરત આપી નહતી. આ ગુનામાં પોલીસે આરોપી કમલેશ પટેલની ધરપકડી કરી રિમાન્ડ મેળવ્યા હતા.


Google NewsGoogle News