એરપોર્ટથી બોગસ દસ્તાવેજો રજૂ કરી ભાડાની કાર લઈ ફરાર થયેલો ઠગ પકડાયો
વડોદરા એરપોર્ટ ખાતે ભાડાની કાર લઈ કરાર થઈ ગયેલા ગઠિયાને પોલીસે ઝડપી પાડી હરણી પોલીસને સોંપવાની તજવીજ કરી છે.
હરણી એરપોર્ટ ખાતે ભાડાની કાર માટે કાઉન્ટર ધરાવતી એજન્સી ના કર્મચારી પાસે 15 દિવસ માટે ભાડાની કાર લઈ જઈ પરત નહી કરનાર ગઠિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન એજન્સી સમક્ષ રજૂ કરવામાં આવેલા આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ બોગસ હોવાનું જણાઈ આવ્યું હતું.
આ ગુનામાં ક્રાઈમ બ્રાન્ચની ટેકનિકલ અને હ્યુમન સોર્સ ના આધારે તપાસ કરી માંજલપુર તુલસીધામ પાસેથી સાહિલ સાજીદ અલી શેખ (ગંગાબાઇ કબ્રસ્તાન, પ્રતાપ નગર) ને ઝડપી પાડ્યો છે. આરોપી ની અગાઉ પણ મકરપુરા વિસ્તારમાંથી કાર ચોરી કરી વાડી સુલતાનપુરામાં દુકાનમાં ચોરી કરવાના ગુનામાં સંડોવણી ખુલી હતી.