મોડી રાતે માંડવી બેંક રોડ પર ત્રણ મજલી મકાન ધરાશાયી

મકાન દિવસ દરમિયાન ધરાશાયી થાત તો મોટી સંખ્યામાં લોકો ઘાયલ થાત

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News

 મોડી રાતે માંડવી બેંક રોડ પર ત્રણ મજલી મકાન ધરાશાયી 1 - imageવડોદરા,શહેરના માંડવી બંક રોડ મોડીરાતે ત્રણ મજલી મકાન ધરાશાયી થતા એક કાર ચગદાઇ ગઇ  હતી. રાતનો સમય હોવાથી કોઇ જાનહાનિ થઇ નહતી. 

ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઇકાલે મોડી રાતે પોણા એક વાગ્યે માંડવી બેંક રોડ અપના બજારની બાજુમાં આવેલું ત્રણ મજલી મકાન ધરાશાયી થઇ ગયું હતું. ધડાકાભેર ધરાશાયી થયેલા મકાનના કાટમાળ નીચે એક કાર ચગદાઇ ગઇ હતી. બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ પર જઇને કાર્યવાહી હાથ ધરી હતી. દિવસે ટ્રાફિકથી ધમધમતા બેંક રોડ પર રાતના સમયે મકાન ધરાશાયી થતા કોઇ જાનહાનિ થઇ નહતી. જો આ ઘટના સવારે ઘટી હોત તો મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થવાની સંભાવના હતી.


Google NewsGoogle News