વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી નંબર પ્લેટ વગરની ચોરેલી બાઈક સાથે વાહનચોર ઝડપાયો

Updated: May 10th, 2024


Google NewsGoogle News
વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી નંબર પ્લેટ વગરની ચોરેલી બાઈક સાથે વાહનચોર ઝડપાયો 1 - image


Vehicle Theft in Vadodara : વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી ગઈકાલે રાતે પોલીસે નંબર પ્લેટ વગરની બાઈક સાથે એક વાહન ચોરને ઝડપી પાડ્યો હતો. 

ગોત્રીના નારાયણ ગાર્ડન પાસેથી પોલીસે એક શકમંદ યુવકને ઝડપી પાડી નંબર પ્લેટ વગરની બાઇક વિશે પૂછપરછ કરતા આ મોટરસાયકલ સયાજી હોસ્પિટલના પાર્કિંગ એરિયામાંથી ચોરી કર્યાની વિગતો ખુલી હતી.

પોલીસની તપાસમાં પકડાયેલા યુવકનું નામ અર્જુન ઉર્ફે દેવો માળી (ભાયલી ગામ બસ સ્ટેન્ડ પાસે) હોવાનું ખુલ્યું હતું. અગાઉ પણ તેની સામે દારૂ તેમજ વાહનચોરીના ગુના નોંધાયા હોવાનું ખૂલતાં તેની વધુ તપાસ હાથ ધરાઇ છે.


Google NewsGoogle News