વડોદરાના સમા વિસ્તારમાં સાયકલ પર રેકી કરી બંગલામાં હાથ ફેરો કરતો ચોર પકડાયો

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
વડોદરાના સમા વિસ્તારમાં સાયકલ પર રેકી કરી બંગલામાં હાથ ફેરો કરતો ચોર પકડાયો 1 - image

વડોદરા,તા.02 નવેમ્બર 2023,ગુરૂવાર

સમા વિસ્તારમાં સાયકલ પર ફરી બંધ મકાનોને ટાર્ગેટ કરતા ચોરને પોલીસે ઝડપી પાડી બંગલામાં ચોરેલી ચીજ વસ્તુઓ કબજે કરી છે.

સમા કેનાલ વિસ્તારમાં એક શખ્સ સાયકલ પર ચોરી કરવા માટેના સાધનો લઈ ફરતો હોવાની વિગતો મળતા સમા પોલીસે વોચ રાખી કેનાલ પાસેથી એક શકમંદને ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં તેનું નામ જમશેદ ચાઉખાન પઠાણ (ગણેશનગર, ખોડીયાર નગર, છાણી) હોવાનું ખુલ્યું હતું.

પોલીસે સાયકલ કબજે કરી બેક તપાસતા અંદરથી બે સ્ક્રુ ડ્રાઇવર, મોબાઈલ સહિતની ચીજ વસ્તુઓ મળી હતી. આરોપી સમાના નવરચના સ્કૂલ પાછળ નિસર્ગ બંગલામાં રાત્રે તાળું તોડી ચોરી કરવાની કબુલાત કરી હતી. પોલીસે વધુ પૂછપરછ જારી રાખી છે.


Google NewsGoogle News