ગોલ્ડન ચોકડી નજીક બકરાંથી ઠાંસોઠાંસ ભરેલો ટેમ્પો પકડાયો,એક બકરીનું મોત

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
ગોલ્ડન ચોકડી નજીક બકરાંથી ઠાંસોઠાંસ ભરેલો ટેમ્પો પકડાયો,એક બકરીનું મોત 1 - image

ગોલ્ડન ચોકડી પાસેથી ઠાંસોઠાંસ બકરાં ભરીને જતા એક ટેમ્પો ચાલકને ઝડપી પાડી તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

જીવદયા કાર્યકર રવિ કહારે પોલીસને કહ્યું છે કે,હું મારા મિત્ર સાથે પાવાગઢથી વડોદરા આવી રહ્યો હતો ત્યારે એક ટેમ્પો નજરે પડયો હતો.જેમાં બકરાંને ઠાંસોઠાંસ ભરવામાં આવ્યા હતા.

ગોલ્ડન ચોકડી પાસે ટેમ્પો રોકી પોલીસને જાણ કરતાં હરણી પોલીસે તપાસ કરી હતી.ટેમ્પામાંથી ૬૭ બકરાં અને ૧૨ બકરી મળ્યા હતા.જ્યારે એક બકરીનું મોત થયું હતું.પોલીસે ટેમ્પા ચાલક ઇમ્તિયાઝ ઇશાભાઇ પટેલ(પટેલ ફળિયા,દેવગઢ બારીયા) સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.


Google NewsGoogle News