Get The App

એર હોસ્ટેસનો અભ્યાસ કરતી કિશોરીને ફ્રેન્ડશિપ માટે દબાણ

પોલીસે કિશોરીના પિતાને ધમકી આપનાર યુવકની ધરપકડ કરી

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
એર હોસ્ટેસનો અભ્યાસ કરતી કિશોરીને ફ્રેન્ડશિપ માટે દબાણ 1 - image

વડોદરા,માંજલપુર વિસ્તારની સગીરાનો પીછો કરી  હેરાન કરતા યુવકને સગીરાના પિતાએ ઠપકો આપતા યુવકે તેઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

માંજલપુર વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની કિશોરી એર હોસ્ટેસનો અભ્યાસ કરે છે. તે અલકાપુરીની એક સંસ્થામાં જાય છે. કિશોરી જ્યારે ભણવા જાય ત્યારે આરોપી રોહિતસિંહ મહેન્દ્રસિંહ રાજ (રહે. તુલસી ટાઉનશિપ, વડસર રોડ) તેનો પીછો કરતો હતો. કિશોરીને રસ્તા વચ્ચે ઉભી રાખી પોતાની સાથે ફ્રેન્ડશિપ રાખવાનું કહીને હેરાન કરતો હતો. કિશોરીએ આ અંગે ઘરે જઇને  પિતાને વાત કરી હતી. જેથી, કિશોરીના પિતાએ રોહિતસિંહને ઠપકો આપ્યો હતો. જેથી, રોહિતે ઉશ્કેરાઇને  ગાળો બોલી ઝઘડો શરૃ કર્યો હતો. તેણે કિશોરીના પિતાને એવી ધમકી આપી હતી કે, તમારી છોકરી સાથે જ લગ્ન કરીશ અને તમે તમારી છોકરીનું મારી સાથે લગ્ન નહીં કરો તો તમને જાનથી મારી નાંખીશ. માંજલપુર પી.આઇ. એલ.ડી. ગમારાએ આરોપીની ધરપકડ  કરી કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.


Google NewsGoogle News