Get The App

દિલ્હીની આઇટી વિભાગની ટીમે કોર્પોરેશનના કંટ્રોલ એન્ડ કમાન્ડ સીસ્ટમની મુલાકાત લીધી: ફરી આવશે ત્યારે ઓડિટ પણ કરશે

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
દિલ્હીની આઇટી વિભાગની ટીમે કોર્પોરેશનના કંટ્રોલ એન્ડ કમાન્ડ સીસ્ટમની મુલાકાત લીધી: ફરી આવશે ત્યારે ઓડિટ પણ કરશે 1 - image


Image: Facebook

કંટ્રોલ એન્ડ કમાન્ડ સીસ્ટમ (સીસીસી) હેઠળ વડોદરા કોર્પોરેશનના ચાલતા વિવિધ પ્રોજેક્ટની ઓડિટ માટે દિલ્હીની ટીમ વડોદરા આવી હતી. જેઓએ બદામડી બાગ સ્થિત કોર્પોરેશનના સીસીસી સેન્ટરની મુલાકાત લઈ વિવિધ માહિતી મેળવી હતી.

વડોદરા કોર્પોરેશનના આઇટી વિભાગ દ્વારા બદામડી બાગ ખાતે કંટ્રોલ એન્ડ કમાન્ડ સિસ્ટમ કાર્યરત છે. સીસીસી પ્રોજેક્ટ નાગરિકોને સીધી અને આડકતરી રીતે સાંકળતી વિવિધ પ્રવૃત્તિઓ કરતું હોય છે. સીસીસી દ્વારા થઈ રહેલ વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે તાજેતરમાં દિલ્હીથી આઇટી વિભાગની એક ટીમ વડોદરા આવી હતી. જેઓએ બદામડી બાગ ખાતે આવેલ સીસીસી સેન્ટરની મુલાકાત લઈ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત થતી વિવિધ કામગીરીની માહિતી મેળવવા સાથે નિરીક્ષણ કર્યું હતું. જાણવા મળ્યા મુજબ, કેન્દ્ર સરકારની આઇટી વિભાગની આ ટીમ આગામી દિવસોમાં ફરીથી અંદાજે પાંચેક દિવસ માટે વડોદરા આવનાર છે અને તે વખતે સીસીસીની કામગીરીની ઓડિટ સહિતની બાબતો ધ્યાને લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દર બેથી અઢી વર્ષે આ ટીમ અહીં આવતી હોય છે.


Google NewsGoogle News