સગીર કન્યાનું અપહરણ કરનાર તામિલનાડુનો યુવક વડોદરામાં ઝડપાયો

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
સગીર કન્યાનું અપહરણ કરનાર તામિલનાડુનો યુવક વડોદરામાં ઝડપાયો 1 - image

વડોદરા,તા.22 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

તામિલનાડુમાં સગીર વયની કન્યાનું અપરણ કરી ભાગી છૂટેલા યુવકને તામિલનાડુ અને વડોદરા પોલીસે ઝડપી પાડ્યો હતો.

તામિલનાડુના કોઇમતુર ખાતે કુનુયામુથુર વિસ્તારમાં તાજેતરમાં એક સગીર વયની કન્યાનું અપહરણ કરવાનો બનાવ બન્યો હતો. જેનો આરોપી મુથુરાજા મુથૈયા (મિડલ સ્ટ્રીટ, નાથાનમપટ્ટી, વિરુધુ નગર, તામિલનાડુ) વડોદરામાં છુપાયો હોવાની વિગતો મળતા તામિલનાડુ પોલીસ વડોદરા આવી હતી.

આરોપીને સયાજીગંજ બસ ડેપો વિસ્તારમાંથી પોલીસે શોધી કાઢ્યો હતો.


Google NewsGoogle News